દુર્ઘટના@ગુજરાત: પરોઢિયે ટ્રેલર-ટેમ્પો વચ્ચે દર્દનાક અકસ્માતમાં 2 ના કરુણ મોત, 3 કિમી લાંબો ટ્રાફિકજામ

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં વધતી જતી અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરની પાછળ આઈસર ટેમ્પો ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ વહેલી સવારે થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા છે. આ અકસ્માતને કારણે ત્રણ કિલોમીટર દૂર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

આજે વહેલી સવારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાલક સહિત અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આઇસર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતને કારણે ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિકજામને કારણે વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા.

PM Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માત સર્જાતા ટ્રાફિક અને એક્સપ્રેસ વેની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ટ્રકની અંદરથી વ્યક્તિઓને કાઢી રહ્યા હતા. વહેરાખાડી પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ આઈસર ટેમ્પો ઘૂસી જતા અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાં છે.