દુ:ખદ@રાજકોટ: શાળામાં રમતાં-રમતાં પડી જતાં વિદ્યાર્થીનું કરૂણ મોત
Aug 24, 2023, 16:30 IST

અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં એક સ્કૂલમાં બનેલ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ રાજકોટમાં સ્કૂલમાં રમતા રમતા માથાના ભાગે ઈજા પહોંચતા 10 વર્ષીય પ્રિન્સ મારૂનું મોત થયું હતું.
રાજકોટના મોરબી રોડ પર આવેલી અર્પિત સ્કૂલમાં 5માં ધોરણમાં વિદ્યાર્થી અભ્યાસ કરી કરતો હતો. આ વિદ્યાર્થી રમતા રમતા પડી જતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જોકે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. પરિવારનો એકનો એક પુત્ર મોતને ભેટતા પરિવાર પર આભ ફાટ્યું છે.