ઘટના@અમરેલી: માલગાડી ટ્રેનની અડફેટે ત્રણથી ચાર વર્ષના સિંહનું કરૂણ મોત

 
Amreli

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલી જિલ્લાના રેલ્વે ટ્રેકો સિંહો માટે ઘાતક સાબિત થયા છે, ત્યારે ફરી એક વાર ટ્રેનની અડફેટે એક સિંહનું મોત થયું છે. સાવરકુંડલાના અમૃતવેલ નજીક રેલ્વે પોલ 50 પર માલગાડી નીચે એક સિંહ કપાયો છે. ગત રાત્રે દોઢ વાગ્યા આસપાસ 38151 નંબરની પીપાવાવ-સુરેન્દ્રનગર માલગાડી ટ્રેનની અડફેટે આ ત્રણથી ચાર વર્ષ ઉંમરમાં સિંહનું કરૂણ મોત થયું છે. વનવિભાગના અધિકારીઓએ આ સિંહના મોતની પુષ્ટિ કરી છે. 

એક અઠવાડિયા પહેલા સાવરકુંડલાના ભમ્મર રેવન્યુ પર ટ્રેનની ટક્કરે એક સિંહણ ઈજાગ્રસ્ત થઈ હતી, તો ગઈકાલે રાત્રે એક રોડ અકસ્માતમાં એક સિંહણનું મોત થયું હતું. ગઈકાલે રાત્રે રોડ અકસ્માતની સિંહણની ઘટના ઘટયા બાદ ટૂંકા કલાકોમાં રેલ્વે ટ્રેકમાં સિંહ મોતને ભેટતા સિંહપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.