વહીવટ@ગુજરાત: રાજ્યના 27 ચીફ ઓફિસરની બદલી, જાણો કોની ક્યાં બદલી થઈ ?
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 27 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસરોને તાત્કાલિક બદલી સ્થળે પહોંચવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. રાજ્યની 27 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સામૂહિક બદલીના હુકમ શુક્રવારે રાત્રે કરવામાં આવ્યા હતા.
ડીસા સહિત ગુજરાતમાં 27 ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા અને થરાના ચીફ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ચીફ ઓફિસરની બદલીઓ કરવામાં આવી છે. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની પેટલાદ ખાતે બદલી થઈ છે, જ્યારે પોરબંદર ખાતે ફરજ બજાવતા ગૌરાંગ પટેલની ડીસા નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવી છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નાયબ સચિવ મનીષ.સી. શાહે ચીફ ઓફિસરોની બદલીનો હુકમ કરી તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા સબંધિત નગરપાલિકા અને ચોફોફિસરોને જાણ કરી છે.