બ્રેકિંગ@પાટણ: સાંતલપુર પાસે ટ્રીપલ અકસ્માત, એક યુવકનું સ્થળ પર જ મોત, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત
May 15, 2023, 15:45 IST

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આજે સાંતલપુર નજીક ત્રિપાલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. આ તરફ અન્ય બે યુવકો ને ઇજાઓ પહોંચી હોઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના સાંતલપુર પંથકનાં લોદરા અને બોરૂડા ગામ વચ્ચે અક્સ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે લોદરા અને બોરૂડા ગામ વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અક્સ્માત સર્જાયો હતો. જોકે આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ તરફ અન્ય બે લોકો ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડાયા હતા. આ તરફ ઘટનાની માહિતી મળતા જ વારાહી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.