દુર્ઘટના@હારીજ: મધરાત્રે હાઇવે પર ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કરમાં 3 ઇજાગ્રસ્ત
Updated: Feb 23, 2023, 12:06 IST

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. વિગતો મુજબ હારીજ રાધનપુર હાઇવે પર મોડી રાત્રે બે ટ્રક અને એક ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા. આ તરફ ઇજાગ્રસ્ત બનેલ લોકોને સારવાર માટે હારીજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લામાં હારીજ હાઇવે પર મધરાત્રે મહેસાણાથી રાયડો ભરી એક ટ્રેક રાધનપુર જઇ રહ્યું હતું. આ સાથે અન્ય એક ટ્રક રાધનપુરથી આવી રહી હોય આ દરમ્યાન ટ્રેક્ટર વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે સર્જાયેલા અકસ્મારમાં ટ્રેક્ટર ચોકડીમાં ઉતરી જતાં પલટી મારી ગયું હતું. માહિતી મુજબ આ ત્રિપલ અકસ્માત માં ત્રણ લોકો ઘાયલ થતા 108 માં સારવાર માટે હારીજ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.