કાર્યવાહી@જામનગર: GST વિભાગ એક્શનમાં, 14.12 કરોડની કરચોરીમાં બે વેપારીની ધરપકડ

 
Jamanagar

અટલ સમાચાર, ડેસ્કજામનગરમાં GST વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જામનગરમાં બોગસ બિલિંગ મુદ્દે કાર્યવાહી કરતા GST વિભાગે 14.12 કરોડની GST ચોરી પકડી પાડી છે અને બે વેપારીઓની ધરપકડ કરી છે. આ બંને વેપારીઓ દ્વારા બોગસ બિલો આધારિત રૂ.78.50 કરોડની ખરીદીઓ દર્શાવી રૂ.14.12 કરોડની વેરાશાખની ચોરી કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલ વોલ્ટ મેટલ ઈન્ડસ્ટ્રીઝના માલિક દિપેન ચંપકલાલ શાહ તથા શ્રી લીબર્ટી પ્રોડક્ટ્સ કારખાનાના માલિક સ્મિત દિપેન શાહની GST વિભાગે ધરપકડ કરી છે. હાલ બંને વેપારી બે દિવસના રિમાન્ડ પર છે. GSTની આ કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.