ઘટના@ઇડર: બે પશુઓનું કરંટ લાગતાં મોત, પશુપાલન પર નભનારા પરિવારને માથે આભ ફાટ્યું

 
Idar

અટલ સમાચાર, ડેસ્ક

વરસાદી માહોલ વચ્ચે ઇડર તાલુકાના ગોલવાડા ગામમાં ધૂણીયા તળાવ પાસે ઘરની પાછળ બાંધેલા બે પશુઓનું કરંટ લગતા મોત થયું હતું બનાવ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. તો ઇડર UGVCLના અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના ગોલવાડામાં રહેતા રમેશજી ઠાકોર અને અમરતજી ઠાકોર બંનેના ઘર પાછળ એક ગાય અને એક ભેંસ બાંધેલી હતી અને નજીકમાં વીજ ડીપી આવેલી છે. જ્યાં શનિવારે મોડી સાંજે શોટ સર્કીટ થવાને લઈને વીજ કરંટ જમીનમાં આવતા નજીકમાં બાંધેલા બે પશુના મોત નીપજ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પશુપાલન પર નભનારા બે પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું. વીજ લાઈનમાં ફોલ્ટ થવાને લઈને કરંટ જમીનમાં આવતા પશુના મોત થવાને લઈને UGVCLની બેદરકારી સામે આવી છે. બનાવને લઈને ઇડર પોલીસ સ્ટેશન અને UGVCLમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ UGVCL અધિકારી ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી.