ACB@આણંદ: ટાઉન પોલીસના બે કોન્સ્ટેબલ 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

 
Anand Town Police Station

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના આણંદમાં બે કોન્સ્ટેબલોને મલાઈ ખાવી ભારે પડ઼ી છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદ ટાઉન પોલીસના બે કોન્સ્ટેબલ આરોપી પાસેથી લાંચ લેતા ઝડપાયા હતા. આ બંને આરોપીઓ દ્વારા પંચમહાલ જિલ્લાના આરોપી પાસે 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, તો ગોધરા એસીબીની ટીમે છટકડું ગોઠવી બન્ને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા.

આણંદમાં લાંચ લેતા ઝડપાયેલ બંને આરોપીઓના નામ રફીક વહોરા અને ધર્મેન્દ્ર ગઢવી છે. હાલ બંને આણંદ ટાઉનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે. આ મામલે ગોધરા એસીબી દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવામા આવી છે.