દુર્ઘટના@સુરેન્દ્રનગર: સાયલામાં કોલસાની ખાણમાં બે મજૂરોના મોત, એકની હાલત ગંભીર

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર રીતે ચાલતી કોલસાની ખાણમાં મજૂરોના મોતનો સિલસિલો યથાવત છે. બે દિવસ પહેલા મુળી તાલુકાના આસુન્દ્રા ગામે કોલસાની ખાણમાં મહિલા શ્રમિકનું મોત થયું હતું, જયારે ગઇકાલે 8 માર્ચે સાયલાના ચોરવીરા ગામે બે મજૂરોના મોત થયા છે. 

સાયલા તાલુકાના ચોરવીરા ગામે કોલસાની ખાણમાં બે મજૂરોના મોત થયા છે, જયારે એકની હાલત ગંભીર છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં મૃતક બે મજૂરોના નામ હર્ષદભાઈ બચુભાઈ બાટીયા અને હર્ષદભાઈ મનસુખભાઇ બાટીયા હોવાનું તેમજ બંને મૃતકો મુળી તાલુકાના ધોળીયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.