દુ:ખદ@રાજકોટ: નદીમાં ડૂબતી ભેંસને બચાવવા જતા એક જ પરિવારના બે સભ્યો ડૂબ્યાં, બંનેના મોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટના ઉપલેટામાં એક જ પરિવારના બે વ્યક્તિઓના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. ઉપલેટાની મોજ નદીમાં ડૂબતી ભેંસને બચાવવા જતા 17 વર્ષીય કિશોર અને 51 વર્ષીય પુરુષનું મોત થયું છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉપલેટા મોજ નદીમાં ભુતડા દાદાના મંદિર પાસે ડૂબતી ભેંસને બચાવવા પડેલ 17 વર્ષીય કિશોર પરેશ ઘેલાભાઈ રબારી ડૂબતા તેના 51 વર્ષીય દાદા ભુપતભાઈ રાણાભાઇ રબારી તેને બચાવવા માટે પડ્યાં હતા, જો કે બંનેનું ડૂબી જવાથી મોત થયું છે.
પાણીમાં ડૂબવાની ઘટના અંગે જાણ તથા પ્રથમ સ્થાનિક લોકો અને મદદગારો દોડી આવ્યા હતા. ઘટના અંગે તંત્રને જાણ કરતા ઉપલેટા નગરપાલિકા તેમજ મામલતદાર કચેરી સ્ટાફ દોડી આવ્યો હતો અને શોધખોળ હાથ ધરી હતી. પ્રથમ વૃદ્ધનો અને બાદમાં કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના બે વ્યક્તિઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે.