દુર્ઘટના@ભરૂચ: બે બાઇક વચ્ચે દર્દનાક અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત, 4 ઇજાગ્રસ્ત

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચના વાગરામાં હનુમાન ચોકડી પાસે ફૂલ સ્પીડમાં આવતી બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જ્યારે બાઇક પર સવાર અન્ય બે લોકો સહિત ચાર લોકોને ગંભીર રીતે ઇજા થઇ હતી. જે બાદ તેમણે વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી ગયો હતો અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.