દુર્ઘટના@ગુજરાત: ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત, 15થી વધુ ઘાયલ
Sep 18, 2023, 13:44 IST

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં વાંરવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ આવતી રહેતી હોય છે, ત્યારે આવી જ એક દુર્ઘટના ભાવનગર- અમદાવાદ હાઈવે પર સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો, આ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા છે તો 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો એક સાઈડનો ભાગ જ આખો નીકડી ગયો હતો. બસમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી હતી અને બસે પાછળથી ટક્કર મારી હતી. આ બસ ઉનાથી કોડીનાર જઈ રહી હતી. વિગતો મુજબ આ ઘટનામા હંસાબેન માધાભાઈ જેઠવા ઉ.વ 47 રે.ઉના ગામ અને નારણભાઈ નાગજીભાઈ સરધારા ઉ. 51 રે. ગીર ગઢડાનું મોત થયું છે.