કાર્યવાહી@સુરત: એક્સપ્રેસ ટ્રેનમાં લાવવામાં આવેલા 34 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

 
Ganjzo

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં નશીલા પદાર્થો લાવવા માટે રેલ માર્ગ આસાન હોય તેમ અવારનવાર ટ્રેનમાંથી ગાંજા સહિતનો જથ્થો ઝડપાય છે. ત્યારે બાંદ્રા-પટના એક્સપ્રેસ ટ્રેન મારફતે લાવવામાં આવેલ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને શખ્સો પાસેથી 34 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

સુરતમાં ફરી ગાંજાનો ઝડપાયો છે. બાંદ્રા-પટના એક્સપ્રેસ ટ્રેન મારફતે લાવવામાં આવેલ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આદર્શ શાહુ અને શંકર બેહરા નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બન્ને શખ્સો પાસેથી 34 કિલો ગાંજો કબજે કરાયો છે.

ટ્રેન મારફતે બંને શખ્સો ગાંજો લઈ સુરત રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. બન્ને યુવકોની હિલચાલ શંકાસ્પદ જણાઇ આવતા પોલીસે ઝડપી પાડ્યા હતા. બન્ને શખ્સો પાસે રહેલી બેગ ની તલાસી લેતા પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.