દુર્ઘટના@અરવલ્લી: રસુલપુર પાસે અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

 
Arvalli

અટલ સમાચાર, ડેસ્ક

મોડાસાના રસુલપુર પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં એટલો ભયાનક હતો કે નવેનવા ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા છે. મોડાસા-હિંમતનગર હાઇવે પર ટ્રેક્ટરના અકસ્માતની ઘટના બનવા પામી છે.

Helth
દિવાળી શુભેચ્છા જાહેરાત

મહત્ત્વનું છે કે, થોડાક દિવસો અગાઉ અરવલ્લી જિલ્લાના શામળાજીમાં રતનપુર પાસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. શામળાજીના અણસોલ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન હદના રતનપુર ચેક પોસ્ટ પાસે બપોરે 3 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. કલુઝર જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા જીપ આગળ જતી ટ્રક સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજયા હતા. જીપમાં 19 જેટલા મુસાફર સવાર હતા, જેમાં 9 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા.