ચકચાર@મહેસાણા: છેલ્લા 24 કલાકમાં આપઘાતની બે ઘટના, બંને વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં આપઘાતની બે ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ મહેસાણાના લાખવડી ભાગોળ વિસ્તારમાં ડ્રાઇવિંગ કરતા યુવકે પોતાના જ મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ તરફ હવે મહેસાણાના ગોલ્ડન વિલા બંગલોઝ માં મકાનના લાઈટ ફિટીંગ કરવા આવેલા કારીગરી પણ કેબલ વાયર વડે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે.
મહેસાણા શહેરના ગોલ્ડન વિલા બંગલોઝમાં લાઇટ ફીટીંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન લાઈટ ફિટીંગ કરતા કારીગરે કોઈ કારણસર જીવન ટૂંકાવી લેતા હડકંપ મચ્યો છે. ગોલ્ડન વિલા બંગલોઝમાં નવીન મકાનમાં હિંમતસિંહ રાઠોડ નામનો વ્યક્તિ લાઈટ ફિટીંગ કરવા આવ્યો હતો. જ્યાં કારીગરે બંગલામાં આવેલા બેડરૂમમાં જ્યાં પખો લગાવવાનો હતો ત્યાંજ લાઈટના કેબલ વડે આપઘાત કરી લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણામાં એક જ દિવસે બે અલગ-અલગ જગ્યાએ આપઘાતની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. આ તરફ મહેસાણાના ગોલ્ડન વિલા બંગ્લોઝની ઘટનાની જાણ લોકોને થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.