દુ:ખદ@ગુજરાત: અમદાવાદ-કપડવંજમાં ગરબા રમતા-રમતા બે યુવકના હાર્ટ એટેકથી મોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાર્ટ એટેકની ઘટના સતત વધી રહી છે. તેમાં પણ ખાસ કરી નવયુવાનોમાં મોતનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. અમદાવાદ અને કપડવંજમાં ગરબા રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. અને તેનું હોસ્પિટલ પહોંચ તે પહેલા જ બંને યુવકના મોત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજના સામાજિક કાર્યકર રીપલ ગીરીશભાઈ શાહના 17 વર્ષીય પુત્ર ધોરણ 12માં અભ્યાસ કરતા વીર રીપલ શાહને મોડી રાત્રે કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગરબા રમતા રમતા નાકમાંથી લોહી નીકળતા કપડવંજની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી 108 દ્વારા કઠલાલ કેરવેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું હાર્ટ એટેક આવવાથી તેનું મૃત્યુ થયું હતું તેવું તબીબોનું કહેવું છે.
જયારે અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા રવિ પંચાલ નામના યુવકને પણ ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. રવિ હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબે રમતા ઢળી પડ્યો હતો. અને મોત થયું થયુ. 28 વર્ષના રવી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. એકનો એક દીકરો હાર્ટ અટેકના કારણે મોત થતાં માતાએ સહારો ગુમાવ્યો છે.