કાર્યવાહી@ધાનેરા: નગરપાલિકાનું 4 કરોડની વીજબિલ બાકી હોવાથી UGVCLએ વીજ કનેક્શન કાપ્યું

 
Dhanera Nagarpalika

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં અંધારપટ છવાયો છે. ધાનેરા નગરપાલિકાએ લાઈટ બીલ ન ભરતા વીજનું કનેકશન કપાયુ હોવાની ઘટના સામે આવી છે. ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26 હજાર વીજબિલ બાકી છે. જેના પગલે UGVCLએ ધાનેરા નગરપાલિકાનું વીજનું કનેકશન કાપ્યુ છે. તેમજ ચીફ ઓફિસર દ્વારા રકમનો ચેક GEBને આપતા કનેકશન ફરી મળશે.

આ પ્રકારે રાજકોટટ મહાનગરપાલિકા પર કરોડો રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું હતુ. રાજકોટ મહાનગરપાલિકા પર 1307 કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું હતુ. પાણી ચાર્જ પેટે સરકારી 1307 કરોડનું દેવું ચડ્યું હોવાનું સામે આવ્યું હતુ.સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધી દેવા રકમ 1307 કરોડ પહોંચી છે.