રિપોર્ટ@અમરેલી: કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સાંસદ ખેલ અને સાંસ્કૃતિક સ્પર્ધા અંગે પત્રકાર પરિષદ સંબોધી
અટલ સમાચાર, ડેસ્ક
અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે તે અંગે વાર્તાલાપ કર્યો હતો.કળા વિશે જાગૃત્તિ આવે, કળાક્ષેત્રની પ્રતિભાઓથી સૌ પરિચિત થાય, કલાકારોને તેમની સુષુપ્ત શક્તિઓને વિકસાવવાની તક મળે, સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ થાય તે ઉદ્દેશ્ય સાથે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે અને ખેલાડીઓને ખેલકૂદ માટે માધ્યમ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનો ધ્યેય સાથે કેન્દ્રિય મંત્રી રૂપાલાએ અમરેલી જિલ્લાના રમતવીરો માટે વિવિધ રમતોમાં અલગ-અલગ વયજૂથ માટે તાલુકાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે.
તાલુકાકક્ષાની આ સ્પર્ધાઓ પૂર્ણ થયેથી અમરેલી જિલ્લાકક્ષાએ સ્પર્ધા યોજાશે. વિવિધ સ્પર્ધાઓના જિલ્લાકક્ષાના વિજેતા ખેલાડીઓને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. પ્રેસ બાદ હળવી ક્ષણોમાં ભારતના દરિયામાં માછલીની એક જાત અમુક સમયે મેઈલ માંથી ફિમેલ થઈ જાય એને ફીમેલ માંથી મેલ થઈ જતી હોવાની વાતો પણ હળવાશમાં મૂડમાં અમરેલીના પત્રકારો સાથે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કરી હતી.