આગાહી@ગુજરાત: કડકડતી ઠંડી વચ્ચે આ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી જામી રહી છે, વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. વહેલી સવારે અને સાંજે ઠંડા પવને સામાન્ય જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યમાં ઠંડીના મોસમ વચ્ચે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
હવામાન વિભાગની જાણકારી અનુસાર મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મહેસાણામાં કમોસમી વરસાદનું જોર વધુ રહી શકે છે. વરસાદની આગાહીથી ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ફરી પાક બરબાદીની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે.
રાજ્યભરનાં 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જેમાં 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર છે.જ્યારે નલિયામાં 10.0 ડિગ્રી, ભુજમાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 14.3 ,ગાંધીનગરમાં 12.5 ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન, વલ્લભવિધ્યાનગરમાં 14.6 ડિગ્રી,વડોદરામાં 14.4 ડિગ્રી, સુરતમાં 16.2 ડિગ્રી, મહુવામાં 13.3 ડિગ્રી , કંડલામાં 11.6 ડિગ્રી, અમરેલીમાં 13.2 ડિગ્રી તાપમાન,પોરબંદરમાં 13.0 ડિગ્રી તથા સુરેન્દ્રનગરમાં 12.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.