બ્રેકિંગ@ગુજરાત: આજે રાજ્યના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રો ચિંતિત

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે આમ છતાં એપ્રિલ માસમાં માવઠા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આજે પણ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં કેટલાક ઠેકાણે ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની વકી છે. આજે એટલે કે 13મી એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સિવાયના ભાગોમાં રાજ્યનું આજનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જે બુધવારે 5 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં માત્ર આજે જ વરસાદની શક્યતાઓ છે. આ સિવાય 17મી એપ્રિલની સવાર સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.  

સૂત્રોએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા બુધવારે કરાયેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે આગામી 5 દિવસમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી. પરંતુ પારો 40 પર અને તેને પાર પહોંચી જતા આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. નોંધનીય છે કે, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની આગાહી છે.