વાતાવરણ@ગુજરાત: આગાહી મુજબ આ વિસ્તારમાં કમોસમી વરસાદ, ખેડૂતો માટે ફરી ચિંતા વધી

 
Varsad

અટલ સમાચાર, ડેસ્ક

તાપી જિલ્લામાં ઉનાળા વરસાદી માહોલ જોવા મળ્યો છે. તાપીના સોનગઢના સાદડુન ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેમજ સોનગઢ અને ડાંગ બોર્ડર પર પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી થાય છે. જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના ખેડૂતો માટે ફરી ચિંતા વધારનારા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર 12,13 અને 14 એપ્રિલે અમરેલી, ભાવનગર,બોટાદ, સુરત, ભરૂચ, વલસાડમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જયારે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઈકલોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.