વાતાવરણ@ગુજરાત: આજે રામનવમીએ મહેસાણા સહિત આ પંથકમાં કમોસમી વરસાદની આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 31 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને સામાન્ય કમોસમી વરસાદ થશે. આ માવઠાની આગાહીને કારણે જગતનો તાત પરેશાન થયો છે. તેમના આખા વર્ષની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યુ છે.  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રામનવમી એટલે કે આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છ તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 31 માર્ચે સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.

Jaherat
જાહેરાત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. તથા સૌરાષ્ટ્ર, મ.ગુજરાત, ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. આ સાથે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતમાં માવઠું રહેશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.