અપડેટ@ગુજરાત: નવરાત્રીના પ્રથમ દિવસેજ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટીયા પડ્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરાત્રીના પ્રથમ દિવસેજ પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટીયા પડ્યાં હતા. જોકે આ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલા ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પુરતી વ્યવસ્થા અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
નવરાત્રીના પ્રથમ નોરતે જ પાવાગઢ સ્થિત મહાકાળી માતાના દર્શન માટે અંદાજીત 2 લાખથી પણ વધુ ભક્તો દર્શનાર્થે પહોંચ્યાં હતા. મોડી રાતથી જ ભક્તોએ ચાલતા મંદિરે પહોંચવાનુ શરૂ કર્યું હતુ. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ જાણે મેરેથોન રેસ શરૂ થઇ હોય તેમ ભક્તોએ મહાકાળી માતાના દર્શન માટે દોટ મુકી હતી. જે દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યાં છે.
આ સાથે મંદિર પરિસરમાં પણ લાખો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યાં હતા. જોકે હજી પણ મંદિરમાં ભક્તો દર્શન માટે ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તો મહાકાળીના દર્શન માટે પાવાગઢ ખાતે પહોંચી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સમય નક્કી કરવામાં આવ્યો છે.