રિપોર્ટ@દેશ: UPSCએ વર્ષ 2024 માટે જાહેર કર્યું કેલેન્ડર, કઈ તારીખે કઈ પરીક્ષા યોજાશે ?

 
UPSC

અટલ સમાચાર, ડેસ્ક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને વર્ષ 2024 માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર અનુસાર, સિવિલ સર્વિસ પ્રીલિમ્સ પરીક્ષા 2024 અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પ્રીલિમ્સ પરીક્ષા 26 મે 2024ના રોજ લેવામાં આવશે. જે ઉમેદવાર UPSC સંબંધિત સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેઓ અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર જઈને પરીક્ષાના વાર્ષિક કેલેન્ડરની જાણકારી મેળવી શકે છે.

ઉમેદવાર આ લિંક https://www.upsc.gov.in/content/annual પર ક્લિક કરીને પણ UPSC Annual Calendar 2024 ચેક કરી શકે છે. 21 એપ્રિલ 2024ના રોજ UPSC નેશનલ ડિફેન્સ એકેડમી અને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પોસ્ટ માટે 20 ડિસેમ્બર 2023થી 9 જાન્યુઆરી 2024 સુધીમાં અરજીઓ સ્વીકારવામાં આવશે. 2 સપ્ટેમ્બર 2024ના રોજ NDA II અને NA II તથા CDS IIની પરીક્ષા લેવામાં આવશે. આ પોસ્ટ માટે 15 મે 2024થી 4 જૂન 2024 સુધી અરજી કરી શકાશે. 20 સપ્ટેમ્બરના રોજ UPSC CSE MAINS પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરી, 24 ફેબ્રુઆરી, 24 માર્ચ, 9 માર્ચ, 6 જુલાઈ, 10 ઓગસ્ટ, 19 ઓક્ટોબર અને 21 ડિસેમ્બર 2024ના રોજ UPSC ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. UPSC એન્જિનિયરીંગ સેવા પ્રીલિમ્સ સર્વિસ 18 ફેબ્રુઆરી, 2024ના રોજ લેવામાં આવશે તથા UPSC ESE MAINS પરીક્ષા 23 જૂન, 2024ના રોજ લેવામાં આવશે. સંયુક્ત ચિકિત્સા સેવા (CMS) 4 જુલાઈ, 2024ના રોજ લેવામાં આવશે. 4 ઓગસ્ટ, 2024ના રોજ UPSC CAPF AC પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને જણાવ્યું છે કે, આ પરીક્ષાઓનું નોટિફિકેશન, રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખમાં ફેરફાર થઈ શકે છે. ઉમેદવાર અધિકૃત વેબસાઈટ પરથી વધુ મુલાકાત લઈ શકે છે.

UPSC પરીક્ષાનું વાર્ષિક કેલેન્ડર ચેક કરવાની રીત

- પરીક્ષાનું કેલેન્ડર જોવા માટે સૌ પ્રથમ અધિકૃત વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લો.

- જ્યાં એન્યુઅલ કેલેન્ડર 2024 નામની લિંક હશે, તેના પર ક્લિક કરો.

- હવે એક નવું પેજ ઓપન થશે. જ્યાં એક PDF ફાઇલ હશે જેના પર તમે વર્ષ 2024ની પરીક્ષાની તારીખ જોઈ શકશો.

- હવે પેજ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લેઈ લેવી.