બનાવ@અમદાવાદ: રસ્તાની સાઈડમાં બંધ પડેલી આઈશરની પાછળ બેફામ ગતિએ આવેલી કાર ટકરાઈ, 1 નું મોત

ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની  ઘટનાઓ ખુબજ વધી ગઈ. રોજ કોઈને કોઈ જગ્યાએ અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.  વૈષ્ણોદેવી સર્કલથી ગોતાબ્રીજ તરફ જવાના રોડ પર રસ્તાની સાઈડમાં બંધ પડેલી આઈશરની પાછળ બેફામ ગતિએ આવેલી કાર ટકરાઈ હતી. અકસ્માતમાં કારનો ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય બનાવમાં એસ.પી. રીંગ રોડ સ્કાયસીટી સામેથી રોડ ક્રોસ કરી રહેલી મહિલાને ટુવ્હિલર ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યુ હતુ.

જે બંને ઘટનાને લઇને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અસલાલી નારોલ ખાતે રહેતા ધર્મેન્દ્રભાઇ મકવાણા ગત તા.6ના રોજ વિસનગરથી લાકડાના ફર્મા ભરીને અસલાલી ખાતે આઇસર લઇને જતા હતા. એસજી હાઇવે પર ગોતા રોડ ખાતે ટ્રકમાંથી અવાજ આવતા તેમણે ટ્રક સાઇડમાં ઉભી રાખી હતી. ત્યારે રાત્રે દોઢેક વાગ્યે એક કાર ઓવરસ્પીડમાં આવી અને ટ્રકની પાછળના ભાગે અથડાઇ હતી. કારમાં બેઠેલા ધવલ પટેલ, વિજય રબારી, હર્ષદ વાળંદ અને વિષ્ણુ દેસાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે કારમાં આગળ બેઠેલ વિજય ભાઈ (ઉ.35)નું મોત નિપજ્યુ હતું. જે મામલે એસજી હાઈવે-1 ટ્રાફિક પોલીસે કાર ચાલક ધવલ પટેલ (રહે. સાંભવી ફ્લેટ, ઘાટલોડિયા) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય બનાવમાં નરોડા સાંઈ શરણમ ખાતે રહેતા 52 વર્ષીય લીલુબેન રબારી ગુરુવારે રાત્રે એસ. પી. રીંગ રોડ સ્કાયસીટીની સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવેલા બાઈક ચાલકે લીલુબેનને ટક્કર મારતા રોડ પર પટકાયા હતા. આસપાસના લોકોએ લીલુબેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતુ.