બનવા@મોરબી: ડબલ સવારીમાં જતી કોલેજીયન યુવતીના બાઈકને ડમ્પર ચાલકે ટક્કર મારતા 1 નું મોત

 ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા
 
બનવા@મોરબી: ડબલ સવારીમાં જતી કોલેજીયન યુવતીના બાઈકને ડમ્પર ચાલકે ટક્કર મારતા  1 નું મોત 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવતીજ હોય છે. મોરબીના કંડલા બાયપાસ નજીક ડબલ સવારીમાં જતી કોલેજીયન યુવતીના બાઈકને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં પાછળ બેસેલ કોલેજીયન યુવતીનું કરુણ મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જેપુર ગામના રહેવાસી બંસીબેન જીતેન્દ્રભાઈ ધમાસણાએ ડમ્પર જીજે ૧૨ બીઝેડ ૮૪૪૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી બંસીબેન અને ગોરખીજડીયા ગામે રહેતી તેની બહેનપણી જસ્મિતાબેન ભરતભાઈ કણઝારીયા બંને મોરબીની પી જી પટેલ કોલેજમાં એમ.એ. સેમેસ્ટરની પરીક્ષા હોય જેથી બપોરે પોણા એક વાગ્યે બજાજ પ્લેટીના મોટરસાયકલ જીજે ૩૬ એ બી ૭૯૦૧ લઈને નીકળ્યા હતા ગોર ખીજડીયા ગામના પાટિયા પાસે જ્સ્મિતાબેનને તેના પિતા મુકવા આવ્યા હતા જે બંસીબેન પાછળ બેસી ગયા હતા અને મોરબી આવવા નીકયા હતા.

બપોરના સુમારે કામધેનું પાર્ટી પ્લોટ પાસે પહોંચતા બાઈક સાઈડમાં ચલાવી જતા હોય ત્યારે પંચાસર ચોકડી તરફથી એક ડમ્પર પુરઝડપે આવી ડાબી તરફ ટર્ન લેતા બાઈકને સાઈડમાં અઠવ્દાવતા બંસીબેન અને જ્સ્મિતાબેન બંને પડી ગયા હતા જસ્મિતાબેનને લોહી નીકળતું હતું અને કાઈ બોલતી ના હતી જેથી ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા

આમ તા. ૧૩ ના રોજ બંસીબેન અને તેના બહેનપણી જસ્મિતાબેન બંને પી જી પટેલ કોલેજમાં પરીક્ષા હોવાથી મોરબી આવવા નીકળ્યા હતા. ત્યારે બાઈક જીજે ૩૬ એબી ૭૯૦૧ સાથે દમ્પરી જીજે ૧૨ બીઝેડના ચાલકે અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં ફરિયાદી બંસીબેનને ઈજા પહોંચી હતી તો પાછળ બેસેલ જસ્મિતાબેન ભરતભાઈ કણઝારીયાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું . મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.