બનાવ@કાલોલ: કાર અને બાઈક વચ્ચેના ભયાનક અકસ્માતમાં 1 મોત નીપજ્યું

 આ અંગે ફરિયાદ નોંધાવવા પામી છે.
 
બનાવ@વઢવાણ: બાઈક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માતમાં 10 વર્ષના દીકરાને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજયમાં અકસ્માતના  બનાવ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.  કાલોલ તાલુકાના એરાલથી રવેરી જવાના રોડ ઉપર ફોર વ્હિલ ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક ચાલકને પાછળથી ટકકર મારી રોડ ઉપર પાડી દઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા દવા સારવાર દરમિયાન મોત નીપજતાં આ અંગે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના એરાલથી રવેરી જવાના રોડ ઉપર બાડા તળાવ પાસે ફોર વ્હિલ નં.9187ના ચાલકે એરાલ ગામ તરફથી પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક નં. જીજે-17-એએફ-2519ના ચાલક અજયભાઈ ભારતભાઈ બારીયા(ઉ.વ.40, રહે.એરાલ, કાલોલ)ની બાઈકને પાછળથી ટકકર મારતા અકસ્માત સર્જાતા બાઈક ચાલક અજયભાઈ બારીયા રોડ ઉપર પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને સારવાર અર્થે ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવવા પામી છે.