દુર્ઘટના@ભાવનગર: કાર ચાલકે બાઈકને અડફેટે લેતા 1 યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત
પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોપીને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ શેરેપંજાબ ઢાબા સામે એક કાર ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું જયારે એકને ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રાજકોટ રોડપર માર્કેટિંગ યાર્ડ પાસે હોટલ શેરેપંજાબ ઢાબા સામે હરિયાણા પાસિંગ ધરાવતી કારના ચાલકે એક બાઈક પર જઈ રહેલ બે યુવાનોની બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક મુકેશ ડાહ્યાભાઈ મકવાણા નામના યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું અને બાઈક પાછળ બેસેલા યુવાનને ગંભીર ઈજા થતા 108 દ્વારા તત્કાળ સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,
આ ઘટનાને પગલે સ્થળપર લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા દરમ્યાન કોઈએ બોરતળાવ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.