ગરમી@ગુજરાત: રાજ્યમાં સતત 4 દિવસે આકરી ગરમીનો માર યથાવત રહ્યો, 10ના મોત

ગરમીથી 10ના  મોત

 
આગાહી@ગુજરાતઃ લોકડાઉનમાં હવામાન વિભાગે લોકોને આપ્યાં માઠા સમાચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. હાલમાં વધારે પ્રમાણમાં ગરમી પડી રહી છે.  રાજ્યમાં સતત ચોથા દિવસે આકરી ગરમીનો માર યથાવત રહ્યો હતો. રાજ્યના 10 શહેર 42થી 46 ડિગ્રી સુધીના તાપમાનને કારણે હીટ સેન્ટરમાં ફેરવાયા હતા. સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું હતું. ગરમીના કારણે ઉત્તર ગુજરાતમાં 2, આણંદમાં 6, માંડવી તથા સુરતમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સુરતમાં અન્ય ચાર લોકોના મોત હીટસ્ટ્રોકથી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 46 ડિગ્રી ગરમીના કારણે અમદાવાદના શહેરીજનો રીતસર શેકાયા હતા.

રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશના 50થી વધારે શહેરોમાં સતત 8મા દિવસે તાપમાન 43 ડિગ્રી કરતા વધારે નોંધાયું હતું. જેના કારણે આ શહેરોમાં હીટવેવનું જોર યથાવત રહ્યું હતું.

ચિંતાની વાત એ છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી માટે રેડ એલર્ટ તથા ગુજરાત, યુપી, એમપી માટે ઑરેન્જ અને મહારાષ્ટ્ર માટે યલો એલર્ટ જારી કર્યું છે.