કૌભાંડ@નવસારી: કૌભાંડી અધિકારીઓએ ખોટા બિલો બનાવી 9 કરોડની ઉચાપત કરી, 10 લોકોની ધરપકડ

ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું
 
કૌભાંડ@નવસારી: કૌભાંડી અધિકારીઓએ ખોટા બિલો બનાવી 9 કરોડની ઉચાપત કરી,  10 લોકોની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક કૌભાંડ સામે આવતા હોય છે. ફરી એકવાર પાણી પુરવઠાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 10 લોકોની પોલીસે ધરપકડ કરી છે. નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે.

આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મુકી અને ખોટી હકીકતો ઉભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે. તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે. જે અંગે સુરત સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી.

ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 25 જુલાઈ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.