દુર્ઘટના@ગુજરાત: ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, 10 લોકોનાં મોત નીપજ્યાં
ટ્રેલર પાછલ કાર ધડાકાભેર ઘૂસી ગઈ
Updated: Apr 17, 2024, 16:12 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક અકસ્માત સામે આવતા હોય છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. એક્સપ્રેસ વે પર ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી. અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે.