ઉત્તર ગુજરાતઃ જીવાદોરી સમાન ગણાતો એક માત્ર ધરોઈ ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ
ધરોઈ ડેમ

અટલ સમાચાર, ડેસ્ક

 ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો એક માત્ર ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા 10 દિવસ દરમિયાન રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે મહેસાણા જિલ્લામાં સતલાસણા પાસે આવેલા ધરોઈ ડેમમાં પાણીના જથ્થામાં 8.92 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગઈકાલ સુધીમાં ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવ ધરોઈ ડેમમાં ગઈકાલ સુધીમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી અને જળાશય 33.39 ટકા ભરાયું હતું. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટની છે. તેની સામે હાલમાં 599.35 ફૂટે જળસપાટી પહોંચી છે.
 

મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં છેલ્લા 10 દિવસ દરમિયાન નોંધાયેલી જળસપાટી પર નજર કરીએ તો સરકારી આંકડા મુજબ 17 મી જુલાઈએ 593.89 ફૂટ, 18મી જુલાઈએ 593.97 ફૂટ, 19 જુલાઈ 594.52 ફૂટ, 20મી જુલાઈએ 596.52 ફૂટ, 21 જુલાઈએ 597.47 ફૂટ, 22 જુલાઈએ 597.89 ફૂટ, 23 જુલાઈએ 598.09 ફૂટ, 24 જુલાઈએ 598.24 ફૂટ, 25 જુલાઈએ 598.58 ફૂટ, 26 જુલાઈએ 599.35 ફૂટ જળ સપાટી નોંધાઈ હતી.