દુ:ખદ@વલસાડ: ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું, જાણો વધુ વિગતે
નાની વયના બાળકનું નિધન
Feb 5, 2024, 11:29 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર હાર્ટએટેકના બનાવો સામે આવતા હોય છે. હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જ્ગ્યાએથી હાર્ટએટેકની મોતની ઘટનાઓ સામે આવતીજ હોય છે.
વલસાડના પારનેરા ગામમાં એક દુખદ ઘટના ઘટી છે. પારનેરાના ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું છે. વહેલી સવારે આયુસને હાર્ટએટેક આવ્યો હતો જેના લીધે મોત થયાનું સામે આવ્યું છે. 15 વર્ષીય આયુષને પગમાં દુઃખાવો હોવાની માતાને ફરિયાદ કરતો હતો. નાની વયના બાળકનું નિધન થતાં પારનેરા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

