કાર્યવાહી@ગુજરાત: ધોરણ 12ના પેપર તપાસવામાં ભૂલ કરનારા 121 શિક્ષકોને શિક્ષણ વિભાગે 2 લાખથી વધુનો દંડ કર્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે લીધેલી ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થયાની અનેક ફરિયાદો ઊઠી હતી.
 
આ 5 સોનેરી ટિપ્સ ધોરણ 10-12નાં વિદ્યાર્થીઓ અપનાવશે તો વધુ સારૂ પરિણામ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. બોર્ડે 2023માં લીધેલી ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તરવહીની ચકાસણી દરમિયાન એક કે તેથી વધુ માર્કની ભૂલ કરનારા 121 શિક્ષકોને શિક્ષણ વિભાગે 2 લાખથી વધુનો દંડ કર્યો છે. દંડ ભરનારા શિક્ષકોને રસીદ રજૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે લીધેલી ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થયાની અનેક ફરિયાદો ઊઠી હતી. શિક્ષણ વિભાગે તપાસ કરતાં ઘણા વિદ્યાર્થીઓને અપાયેલા માર્કસમાં એકથી વધારે માર્કથી ભૂલ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં સુરતના 121 શિક્ષકો હતા. આ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ખોટી રીતે એકથી વધુ માર્કસ કાપી લીધા હતા. આ તમામ શિક્ષકોને શિક્ષણ વિભાગે કુલ રૂપિયા 2,00,750નો દંડ કર્યો હતો.

હજુ ઘણા શિક્ષકોએ દંડીની રકમ જવા કરાવી ન હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શિક્ષકોને નોટિસ પાઠવી હતી. જો શિક્ષકોએ દંડની રકમ જમા કરાવી હોય તો 7 દિવસની અંદર રસીદ જમા કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો હતો. દંડ ન ભર્યો હોય તેવા શિક્ષકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષકોએ 139 ઉત્તરવાહીઓ મળીને કુલ 1967 માર્કસની ભૂલ કરવામાં આવી હોવાનું વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું, જેથી આવા સિક્ષકો સામે વિભાગે કાર્યવાહી કરી છે.