ઘટના@મહેસાણા: ઓબ્ઝર્વેશન હોમના કર્મચારી પર 15 બાળકો તૂટી પડ્યા,જાણો વિગતે
અગાઉ જમવાના બાબતે થયેલ ઘર્ષણની અદાવત રાખી
Oct 21, 2023, 17:02 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં કર્મચારી પર હુમલાની ઘટના નોંધાઈ છે. કિશોર વયના 15 બાળકોએ મળીને કર્મચારી પર હુમલાો કરી દીધો છે. સન્ની પરમાર નામના કર્મચારી પર 15 બાળકો તૂટી પડ્યા હતા. સન્ની પરમારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ઘટના પ્રકાશમાં આવી છે. કર્મચારીને શરીરે ઈજાઓ પહોંચી છે.
કિશોરવયના 15 જેટલા બાળકોએ સળીયા સહિતના બોથડ પદાર્થ વડે ફટકારીને અને હાથ પગ વડે પણ માર મારતા ઈજાઓ કર્મચારીને પહોંચી છે. અગાઉ જમવાના બાબતે થયેલ ઘર્ષણની અદાવત રાખીને બાળકોએ હુમલો કર્યો હોવાનુ પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાને લઈ પોલીસ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ તપાસ શરુ કરી છે.