ક્રાઈમ@મહેસાણા: 15 વર્ષની સગીર દીકરી પર 6 મહિના સુધી પિતાએ જ દુષ્કર્મ આચર્યું

પોતાની દીકરીને હવસનો શિકાર બનાવી
 
ક્રાઈમ@દેશ: ૨૧ વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર થયો, પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. હાલના સમયમાં નાની બાળકીઓ  પણ સુરક્ષિત રહી નથી. મહેસાણામાં માતાની ગેરહાજરીમાં 15 વર્ષની સગીર દીકરીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો ક્લિપ બતાવીને સતત છ મહિના સુધી પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે ખુદ માતાએ હેવાન પિતા વિરુદ્ધ નોંધાવી છે. વિકૃત માનસ ધરાવતા એવા પિતાએ નફ્ફટ થઈને પોલીસ સમક્ષ પોતાની દીકરીને હવસનો શિકાર બનાવી હોવાનો સ્વીકર્યું હતું.

મહેસાણા શહેરના સભ્ય સમાજમાં 43 વર્ષની મહિલા પોતાના પતિ 15 વર્ષની મોટી સગીર અને નાની દીકરી અને દીકરા સહિતના પરિવાર રહે છે. પતિ ડ્રાઇવિંગ કરે છે, જ્યારે મહિલા પણ ખાનગી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે નિત્યક્રમ મુજબ મહિલા પોતાની નોકરી ઉપર જતી રહે છે. મોટી દીકરી શાળાએ જાય છે. જ્યારે નાનો દીકરો તેના દાદા દાદીના ઘરે રહે છે.

મોટી દીકરી બપોરે શાળાએ ઘેરથી આવ્યા બાદ પિતા ડ્રાઇવિંગ કરવા ના ગયો હોય ત્યારે માતાની ગેરહાજરીનો લાભ લઈ સગીર દીકરીને પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવીને સૌપ્રથમ વાર ઓક્ટોબર મહિનામાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ જ્યારે પણ તેની માતા ઘરે ન હોય ત્યારે તેની સગીર દીકરીનો એકલતાનો લાભ લઈ તેણીને નરાધમ પિતા પોતાની હવસનો શિકાર બનાવતો હતો.

સતત છ મહિના સુધી દીકરી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ માતાને શંકા જતા સગીર દીકરીની પૂછપરછમાં પિતા તેણીને તેમને અને ભાઈ બહેનને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા હોવાનો ખુલાસો કરતા માતા પણ ચોંકી ઉઠી હતી. પોતાની સગીર દીકરીની જિંદગી નરક બનાવનાર નરાધમ પિતા સામે માતાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નાના ભાઈ અને માતાને મારી નાખવાની ધમકી આપી માસૂમને પોતાની હવસનો શિકાર બનાવી

મોટી બહેનને પિતા હાથ પકડીને ઉપર લઈ જતા હતા ત્યારે નાની બહેન જોઈ જતાં ભાંડો ફૂટ્યોમાતાની ગેરહાજરીમાં નાની દીકરીને રૂમમાં પૂરી મોટી સગીર દીકરીને હાથ પકડી ઉપરના રૂમમાં ખેંચીને લઈ જતા હતા. ત્યારે જોઈ ગયેલી નાની દીકરીએ ઘરે આવ્યા બાદ માતાને પિતા મોટી બહેનને હાથ પકડીને ખેંચીને ઉપરના રૂમમાં લઈ જતા હોવાનું કહેતા માતાએ મોટી દીકરીને પૂછતા નરાધમ પિતાની હેવાનિયતનો ભાંડો ફૂટ્યો હતો.