દુર્ઘટના@સુરત: સ્પોર્ટ્સ બાઇક ટ્રકમાં ઘૂસી જતાં 17 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું

કિશોરે હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કરી હતી.
 
દુર્ઘટના@સુરત: સ્પોર્ટ્સ બાઇક ટ્રકમાં ઘૂસી જતાં 17 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાંથી અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા બ્રિજ પર સ્પોર્ટ્સ બાઇક પર ફુલ સ્પીડે જતા યુવક અને કિશોર ટ્રકમાં ઘૂસી ગયા હતા, જેના પગલે 17 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,

જ્યારે તેની સાથે રહેલા 22 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓના પગલે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કિશોર ઘરેથી કંઈ કહ્યા વિના જ પાડોશમાં રહેતા મિત્ર સાથે બાઈક પર નીકળી ગયો હતો અને રસ્તામાં જ તેનો કાળ આંબી ગયો હતો. કિશોરે હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કરી હતી.