ગુનો@મોરબી: યુવતી સાથે દુષ્કર્મ આચરી અને તેના પરિવારજનોને માર મારનાર ગુનામાં 2 આરોપીની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબીમાં રહેતા પરિવારની યુવતી સાથે દુષ્કર્મ અને યુવતીના પરિવારજનોને માર મારવાના જે ગુનામાં મુખ્ય આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી તેવામાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની યુવતી તેઓના ઘર પાસે આવેલ દુકાને માલ લેવા માટે ગઈ હતી ત્યારે ત્યારે તે યુવતી સાથે દુકાનદારે દુષ્કર્મ આચર્યુ હતું જેથી ભોગ બનેલ યુવતીની માતા, બહેન સહિતના તે શખ્સની દુકાને તેને ઠપકો આપવા જતાં આરોપી ગોપાલ ભરવાડ તથા તેની સાથે રહેલા બે શખ્સો દ્વારા તેના હાથમાં રહેલ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવતીની બહેને મારામારીની ગોપાલ ભોજાભાઇ મકવાણા રહે.
વાવડી રોડ ભગવતી પરા તથા તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સોની સામે મારામારીની ફરિયાદ નોંધાવેલ હતી. જે ગુનામાં ગોપાલ મકવાણાને જેલ હવાલે કરવામાં આવેલ છે હાલમાં આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે જેમાં રમેશ ભોજાભાઇ મકવાણા ભરવાડ (31) રહે. નાગલપર અને કિશન ભોજાભાઇ મકવાણા ભરવાડ (20) રહે. વાવડી રોડ ભગવતી પરાની ધરપકડ બાદ બંને આરોપીઓ જામીન મુક્ત થયા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.
ઝેરી દવા પીધી
મોરબીના રફાળેશ્વર ગામે રહેતી મનિષાબેન અનિલભાઈ ભીલ (25) નામની મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે.
યુવાન સારવારમાં
રફાળેશ્વર ગામ પાસે આવેલ શિવમ એસ્ટેટ ખાતે રહેતા સંજુ લખનશા (40) નામના યુવાનને રામદૂત કંપની પાછળના ભાગમાં કોઈ કારણોસર ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે.