દુર્ઘટના@દાહોદ: લીમડી-ઝાલોદ બાયપાસ પર 2 બાઈક આમને સામને અથડાતાં,ચાલકનું ઘટનાસ્થળે જ મોત
દાહોદમાં એક અકસ્માતની ઘટના સામે
Nov 21, 2023, 17:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દાહોદના લીમડી-ઝાલોદ બાયપાસ પર બે બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. તો એક ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લીમડી પોલીસે અકસ્માતના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, દાહોદમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બાઈક આમને સામને અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો અનેય એકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.