દુર્ઘટના@વડોદરા: ભીષણ અકસ્માતમાં 2 પિતરાઈ ભાઈના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા

2 પિતરાઈ ભાઈના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
 
દુર્ઘટના@વડોદરા: ભીષણ અકસ્માતમાં 2 પિતરાઈ ભાઈના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. વડોદરામાં નેશનલ હાઈવે-આઠ પર બોલેરોએ બાઈકસવાર ત્રણ લોકોને અડફેટે લીધા.

આ ભીષણ અકસ્માતમાં 2 પિતરાઈ ભાઈના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

જ્યારે અન્ય એક ગંભીરરીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતના ભયાવહ દૃશ્યોમાં બોલેરોનો ચાલક બાઈકસવાર લોકોને ઢસડતો જોવા મળે છે.