દુર્ઘટના@ભાવનગર: પ્રસંગ પુરો કરી પરત ફરતા સાણોદર પાસે બાઇક ટ્રકમાં ઘુસતા 2ના મોત
આગળની કાર્યવાહી હાથ ધરી હતી
Feb 21, 2024, 09:25 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજયમાં અવાર-નવાર દુર્ઘટના બનાવો સામે આવતાજ હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવ સામે આવે છે. ભાવનગર નજીકના સીદસર ગામે રહેતા ત્રણ ભાઇઓ પ્રસંગ પુરો કરી ત્રણ સવારીમાં બાઇક ચલાવી સીદસર ગામે ઘરે પરત ફરતા હતા.
તે વેળાએ રોડની સાઇડમાં પાર્ક કરેલ ટ્રકમાં પાછળથી પુરપાટ ઝડપે બાઇક ઘુસી જતા બે ભાઇઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થતાં પરિવારમાં ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. જ્યારે એક ભાઇને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઘોઘા પોલીસે ઘટના સ્થળે જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.