ઘટના@ગુજરાત: કારે મોટર સાઈકલને હડફેટે લેતા 2ને ઈજા પહોચી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Feb 24, 2024, 14:25 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. ટંકારા મોરબી રોડ પર દાદાવાડી હોટલ પાસે કારના છલકે મોટર સાઈકલને હડફેટે લેતા યુવાન સહિતનાને ઈજા પહોચી હતી. જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના રાનજગર પાસે ઓડીયાર કોલોનીમાં રહેતા શનીભાઈ નીલેશભાઈ પરમારે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તે તથા સાહેદ હર્ષદીપભાઈ બંને મોટર સાઈકલ સ્પ્લેન્ડર પ્લસ જીજે ૧૦ બીકયું ૩૨૭૮ લઈને જતા હોય દરમિયાન ટંકારા મોરબી રોડ પર દાદાવાડી હોટલ પાસે પહોચતા મારુતિ બ્રેજા ફોર વ્હીલ કાર જીજે ૩૬ આર ૮૬૪૮ ના ચાલકે પુર ઝડપે આવીને મોટર સાઈકલને હડફેટે લેતા શનિભાઈ તથા સાહેદ હર્ષદીપભાઈને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.