કાર્યવાહી@ગુજરાત: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ. 12 હજાર દંડ કોર્ટે ફટકાર્યો
રૂ. 12 હજાર દંડ કોર્ટે ફટકાર્યો
Aug 7, 2024, 14:31 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 10 માસ અગાઉ રસ્તા ઉપર બકરાં ચરાવી રહેલી સગીરાને સાંજના સમયે તાલુકાના ગાય વાછરડા ગામનો શખ્સ એકલતાનો લાભ લઈને સગીરાને બાજુના ઘાસના વાવેતર કરેલ ખેતરમાં ખેંચી જઈને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
આ કેસ મોડાસાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે ગાય વાછરડાના આરોપી સંદિપભાઈ નરસિંહભાઈ ફનાત ને તકસીરવાન ઠેરવીને 20 વર્ષની કેદની સજા અને રૂ. 12હજાર દંડ ફટકાર્યો હતો.