રીપોર્ટ@ભરૂચ: જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં 2000 વૃક્ષનું ડિજિટલાઇઝેશન કરાયું,જાણો વિગતે

આરોગ્ય માટે જરૂરી પરિસ્થિતિનું સર્જન 
 
 રીપોર્ટ@ભરૂચ:  જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં 2000 વૃક્ષનું  ડિજિટલાઇઝેશન કરાયું,જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આપણા ઘરના બગીચામાં  કે આસપાસ નજરે પડતા વૃક્ષ કે છોડ વિશે આપણી પાસે કોઈજ માહિતી હોતી નથી. નકામી નજરે પડતી વનસ્પતિઓ આપણે ક્યારેક ઉખાડીને ફેંકી દેતા હોઈએ છે પણ આ વનસ્પતિઓ તેમનામાં અનેક લાભ સમાવી લાભદાયક ગુણ ધરાવતી હોય છે. વનસ્પતિ માત્ર છાંયડો જ નહીં પણ વાતાવરણની શુદ્ધતા , આરોગ્ય માટે જરૂરી પરિસ્થિતિનું સર્જન અને તેના દ્વારા પ્રદાન થતા ઐષધીય ગુણ વરદાન સમાન સાબિત થતા હોય છે.

 રીપોર્ટ@ભરૂચ:  જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં 2000 વૃક્ષનું  ડિજિટલાઇઝેશન કરાયું,જાણો વિગતે 

વનસ્પતિના લાભની અજ્ઞાનતા દૂર કરવા ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ  દ્વારા મોબાઈલની એક ક્લિકમાં વનસ્પતિ વિશે તમામ માહિતી, તેના લાભ અને ઉપયોગ વિશે જાણકરી મળે તેવી ઉમદા વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કોલેજ 2000 કરતા વધુ છોડ અને વૃક્ષનું ડિજિટલાઇઝેશન  કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફૂલ અને છાંયડો આપતા વૃશો અને બોટોનિકલ ગાર્ડનની રચના સાથે ઔષધીય વનસ્પતિના 100 કરતાં વધુ પ્રકારના છોડ અને વૃક્ષનો સમાવેશ કરાયો છે.

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય નીતિન પટેલ અને રસાયન વિજ્ઞાનના તજજ્ઞ પ્રોફેસર  ડો.પી જે શાહના માર્ગદર્શન સાથે બોટોનીકલના પ્રોફેસર ડો. રાજેશ વ્યાસ કોલેજના વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાન સાથે સમાજઉપયોગી કાર્યની સમજ આપી વૃક્ષના અને છોડના ડિજિટલાઝેશન પ્રોજેક્ટ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

હવે આસપાસ નકામી નજરે પડતી વનસ્પતિઓના લાભ અને ઐષધીય ગુણ મોબાઈલની એક ક્લિકમાં જાણી શકાશે. આધુનિક યુગ સાથે કદમ મિલાવવા ભરૂચની જે પી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વૃક્ષઓનું ડીઝીટલાઇઝેશન કરાયું છે. કોલેજના કેમ્પસમાં 2000 કરતા વધુ વૃક્ષ પર QR Code લગાડાયા છે. QR Scan કરવાથી વૃક્ષ વિશે તમામ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. કોલેજ દ્વારા બોટોનીકે ગાર્ડન પણ તૈયાર કરાયું છે. વનસ્પતિ માત્ર છાંયડો નહીં પણ અનેક લાભ આપે છે તે માહિતી વિધાયર્થીઓ અને મુલાકાતીઓ સીધી પહોંચાડાઇ રહી છે.

માનવીય સ્વભાવમાં નવું નવું જાણવાની ઉત્સુકતા હોય છે. આ જાણકારી ટેક્નોલોજીની મદદથી એક સારા પ્રેઝન્ટેશન સાથે મળવાથી વૃક્ષનું ડીઝીટલાઇઝેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નવરાશના સમયમાં વિદ્યાર્થીઓ QR સ્કેન કરી જાણકારી મેળવતા નજરે પડે છે તેમ પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડો. રાજેશ વ્યાસે જણાવ્યું હતું.