ક્રાઈમ@રાણીપ: ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી ઇસમો 23 લાખ ચોરી ગયા,વધુ વિગતે જાણો

આ મકાનના ઉપરના માળે તેમના દિયર દેરાણી પણ રહે છે
 
ચકચાર@ગોઝારીયા: લોકડાઉનમાં તસ્કરો બેફામ, 2.94 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધુ ગયા છે.દિવસે-દિવસે કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે.હાલમાંજ રાણીપમાં ચોરીનો બનાવ બન્યો છે.મહાવીર સોસાયટીમાં રહેતો વાઘેલા પરિવાર હરિદ્વાર દર્શન કરવા ગયો હતો. હરિદ્વારથી શનિવારે પરત આવીને જોયું તો મકાનનું તાળું તૂટેલું હતું. ઉપરના માળે રહેતા દિયર દેરાણીને આ બાબતે પૂછતા તેઓએ શુક્રવાર સુધી તાળું લાગેલું જોયું હતું. તેથી તસ્કરો શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીમાં આવીને 23.82 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું માની હવે રાણીપ પોલીસે તપાસ હાથ ધરી છે.

મહાવીર સોસાયટીમાં મંજુલાબેન રવીન્દ્રકુમાર વાઘેલા પતિ, સંતાનો અને સાસુ-સસરા સાથે રહે છે. આ મકાનના ઉપરના માળે તેમના દિયર દેરાણી પણ રહે છે. તા.13મી ઓગસ્ટે મંજુલાબેન પરિવાર સાથે હરિદ્વાર દર્શન કરવા ગયા હતા. હરિદ્વાર જવા નીકળ્યા ત્યારે તેઓએ તીજોરીઓને લોક મારી ચાવી સાથે રાખી હતી. શનિવારે પરિવાર પરત આવ્યો ત્યારે ઘર ખોલતા જ સામાન વેર વિખેર હાલતમાં હતો. જાત્રાએ ન ગયેલા દિયર દેરાણીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે શુક્રવારે તેઓ

નાસ્તો લેવા ઘરની બહાર ગયા ત્યારે ઘરને તાળું લાગેલું હતું. બાદમાં મંજુલાબેને ઘરમાં પ્રવેશીને જોયું તો ઘરની ત્રણથી વધુ તીજોરીમાં મૂકેલા લાખો રૂપિયા રોકડા અને દાગીના ચોરી થયા હતા. કુલ 13.88 લાખના 44 તોલા સોનાના દાગીના, 1.43 લાખના ચાંદીના દાગીના અને 8.50 લાખ રોકડ મળી કુલ 23.82 લાખની ચોરી થઇ હતી. આ મામલે રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.