છેતરપિંડી@અમદાવાદ: ટેલિગ્રામ મારફતે શેર બજારનું ટ્રેડિંગ કરનારા વેપારી સાથે 2.46 કરોડની ઠગાઈ

કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો.
 
છેતરપિંડી@અમદાવાદ: ટેલિગ્રામ મારફતે શેર બજારનું ટ્રેડિંગ કરનારા વેપારી સાથે 2.46 કરોડની ઠગાઈ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં આવેલા આરોપી ઋતુલ કાનાબાર અને નિકુંજ ઉર્ફે દિવ્યેશ ખેમાણીએ અમદાવાદના શેર બજારનું ટ્રેડિંગ કરનારા વેપારી સાથે 2.46 કરોડની ઠગાઈ આચરી છે. છેતરપીંડીની ઘટનાની વાત કરીએ તો અમદાવાદના જયેશ વકીલ ટેલિગ્રામના માધ્યમથી રોકાણને લઈને એક મેસેજ આવ્યો હતો. જેમાં મેકમાય ટ્રીપની હોટલના રેટિંગ વધારવા અને રોકાણના જુદા જુદા ટાસ્કના બહાને આરોપીઓએ રોકાણ કરાવીને કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો.

વેપારીએ સાયરબ ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને બંન્ને આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. જેમાં આરોપી રુતુલ કાનાબાર ઠગાઈના પૈસા માટે બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરતો હતો. સાથે જ સુરતનો આરોપી નિકુંજ ઉર્ફે દિવ્યેશ ખેમાણીએ બેંક એકાઉન્ટ ઉપયોગ કરવા લાવી અને કમિશન પેટે પૈસા લેતો હતો. જોકે ભોગ બનાર વેપારી રોકાણ કરવાની લાલચમાં પહેલીવાર માત્ર 1500 રૂપિયા જમા કરાવી ને 2.46 કરોડ ની ઠગાઈ આચરી દીધી.

ઓનલાઈન ઠગાઈ 

સાયબર ક્રાઇમની તપાસમાં ટેલીગ્રામ માધ્યમથી ઠગાઈ કરનાર મુખ્ય આરોપી સુરતનો વોન્ટેડ આરોપી જયદીપ છે. જે ઓનલાઈન ઠગાઈ કેસમાં પંજાબ પોલીસે ધરપકડ કરી જેલમાં સજા કાપી રહ્યો છે. પરંતુ જેલમાં રહીને તેનો સાગરીત ઋતુલ કાનાબાર ઠગાઈના પૈસા અને બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરતો હોવાનું સામે આવ્યું છે ત્યારે ઠગાઈ ના 2.46 કરોડ રૂપિયા માટે 29 જેટલા બેંક એકાઉન્ટ ઉપયોગ થયો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

એટલું જ નહિ પોલીસ તપાસમાં બેંક એકાઉન્ટ વિગત પરથી વધુ 20 ગુનાનો ભેદ ઉકેલાયો છે જેમાં અમદાવાદનાં બે અને અન્ય રાજ્યોના 18 ગુના ઓનલાઇન ફ્રોર્ડનાં સામે આવ્યા છે. નોંધનીય છે કે બિહાર, રાજસ્થાન તેલંગાના,આંધ્રપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતનાં લોકો સાથે છેલ્લા દોઢ વર્ષથી રોકાણ કરવાના બહાને ઠગાઈ આચરે છે.

પકડાયેલ બન્ને આરોપીને બેંક એકાઉન્ટમાં આવેલા ઠગાઇના પૈસા માંથી 12 થી 15 ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું. જોકે લોકોને ઠગાઈ આચરવા માટેના ડેટા થી લઇ ફોન કરી લાલચ આપવાનું કામ માટેની અલગ ટોળકી કામ કરતી હોવાનું તપાસમાં આવ્યું છે. ત્યારે આ બન્ને આરોપી ઠગાઇના પૈસા માટે બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરતા હતા. ત્યારે આ ઠગાઈના માસ્ટર માઈન્ડ જયદીપની ધરપકડ થયા બાદ અનેક નવા ખુલાસા થઈ શકે છે.