વરસાદ@અમદાવાદ: ભારે વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત, બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા
અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો.
Aug 26, 2024, 13:01 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેના પગલે મોડીરાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ત્રણ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.
શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં પડ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા.