છેતરપિંડી@વડોદરા: મહિલાએ ઓટીપી આપી દેતાં તેના ખાતામાંથી 2.92 લાખ રૂપિયા છૂમંતર

મહિલા ત્રણ બેંક એકાઉન્ટ ધરાવે છે
 
સાણંદના તલાટીએ 26.78 લાખની છેતરપિંડી કરતા સરપંચે ફરીયાદ નોંધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા શહેરમાં હાઉસવાઈફ તરીકે કામ કરતી મહિલાને બેંક સ્ટેટમેન્ટની જરૂર હોઈ ગૂગલમાંથી બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. જોકે સામેથી બેંક મેનેજરની ઓળખ આપી ફોન કાપી નાખ્યો હતો. થોડીવારમાં જ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં પણ સામેવાળી વ્યક્તિએ બેંક મેનેજર તરીકે ઓળખ આપી એક એપ ડાઉનલોડ કરાવી ઓટીપી માગ્યો હતો, આથી મહિલાએ ઓટીપી આપી દેતાં તેના ખાતામાંથી 2.92 લાખ રૂપિયા છૂમંતર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.


વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં રહેતી અને હાઉસવાઈફ તરીકે કામ કરતી મહિલા ઠગાઈનો ભોગ બની છે. આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, હું એક હાઉસવાઈફ છું અને મારાં ત્રણ બેન્ક એકાઉન્ટ છે. ગત તા.18/05/2024ના રોજ હું મારા ઘરે હાજર હતી ત્યારે મારે મારી INDUSIND BANKનું બેંક સ્ટેટમેન્ટ જોઈતું હતું, જેથી મેં મારા મોબાઈલમાં ગૂગલ સર્ચમાં જઈને INDUSIND BANKનો નંબર સર્ચ કર્યો હતો, જેમા મને એક ટોલ ફ્રી નં. 18602677777 મળ્યો હતો અને મેં કોલ કર્યો હતો. આ કોલ પર કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો.


જેમાં તેમણે પોતાની ઓળખ INDUSIND BANKના મેનેજરની ઓળખ આપી હતી. ત્યાર બાદ મેં તેમને જણાવ્યું કે મારે INDUSIND BANKનું બેંક સ્ટેટમેન્ટ જોઈએ છે અથવા તમે મને ક્લોસિંગ બેલેન્સ જણાવી આપો. ત્યાર બાદ તેમણે ફોન મૂકી દીધો હતો અને થોડા સમય બાદ મારા નંબર પર અજાણ્યા કોલ પરથી ફોન આવ્યો હતો, જે ફોન મેં ઉપાડ્યો હતો અને તેમણે મને જણાવ્યું કે હું INDUSIND BANKમાંથી બેંક મેનેજર વાત કરું છું. મેં તેમને જણાવ્યું કે મારે INDUSIND BANKનું બેંક સ્ટેટમેન્ટ જોઈએ છે, જેથી તેમણે મારા પાસે INDUSIND BANKના ડેબિટ કાર્ડના પાછળના સીવીવી નંબર માગતાં મેં આપ્યા હતા.


ત્યાર બાદ તેમણે મને જણાવ્યું કે તમને એક એકાઉન્ટ બનાવી આપીશ, જેમા તમને તમારી દરેક બેંકના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોવા મળશે. ત્યાર બાદ તેમણેએ મને જણાવ્યું કે તમે પ્લે સ્ટોરમાં જઈને મને એક એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. જે એપ ZOHO ASSIST CUSTOMER નામની એપ હતી. જે એપ મેં ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ તેમમે મને જણાવ્યું કે એક ઓટીપી આવશે એ આપો, જેથી મારા ફોનમાં આવેલા ઓટીપી મેં તેમને આપ્યો હતો. આ ટ્રાન્ઝેક્શન દરમિયાન ઠગબાજે રૂપિયા 2,92,000 ઉપાડી લઈ મહિલા સાથે છેતરપિંડી આચારી હતી.


સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ યુવકે ઇંગ્લેન્ડમાં નોકરી કરતો હોવાનું કહી ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી એમબીએ થયેલી યુવતી સાથે મિત્રતા કરી હતી. એ બાદ ભેજાબાજે યુવતી પાસેથી 2.62 લાખ પડાવ્યા હતા. યુવકે યુકેથી પાર્સલ મોકલ્યું હતું અને એમાં 1.20 લાખ US ડોલર હોવાનું કહી અન્ય મહિલા થકી નાણાં પડાવ્યાં હતાં. આ અંગે સાયબર ક્રાઇમમાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે.


શહેરની 29 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે સોશિયલ મીડિયા પર 1 માર્ચે મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે મારી વાત થતાં તેણે પોતાનું નામ સોહ્ન યુનમીન કહ્યું હતું. તેણે કહ્યું હતું કે તે કેમિકલ ઇજનેર છે. UKમાં હાર્બર એનર્જીમાં ફ્રીલાન્સર છે અને આસામમાં દિગ્બોઈ પ્લાન્ટમાં નોકરી કરવા આવવાનો છે. તેણે મારો મોબાઇલ નંબર માગતા મેં આપ્યો હતો. મિત્રતા આગળ વધતાં મેં સોહ્ન યુનમીન માટે ઓનલાઇન રૂા.7770ના 2 શૂઝ, 2 પર્ફ્યૂમ મગાવ્યાં હતાં અને આ ગિફ્ટ માટે તેનું એડ્રેસ માગ્યું હતું, જેથી સોહ્ન યુનમીને ક્રિસ આયદિન નામની વ્યક્તિનું દિલ્હીનું સરનામું આપ્યું હતું.


ત્યાર બાદ મેં આ એડ્રેસ પર ગિફ્ટ મોકલી હતી. ત્યાર બાદ તેણે કહ્યું કે, તેનો એક મિત્ર ઇન્ડિયામાં રહે છે. દિગ્બોઈમાં મશીનરી માટે રૂપિયા આપવાના છે અને તેના એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થતા નથી. તેણે મને પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતાં 12 એપ્રિલે 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. થોડા દિવસ પછી તેણે કહ્યું કે, તે ઇન્ડિયા આવવાનો છે. ત્યાર બાદ 21 એપ્રિલે મને કહ્યું કે, તેનું પાર્સલ ઇન્ડિયા આવવાનું છે, જેમાં કપડાં અને ડોક્યુમેન્ટ છે. બાદમાં મારા મોબાઇલ પર નિહારીકા નામથી છોકરીએ કોલ કરી કહ્યું કે તે દિલ્હી એરપોર્ટથી વાત કરે છે. નિહારિકાએ વિવિધ બહાને રૂપિયા માગ્યા. શંકા જતાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કરી અરજી આપી હતી. જોકે મારા 2.62 લાખ પરત ન મળતાં મેં ફરિયાદ નોંધાવી છે.


એરપોર્ટ પરથી બોલતી હોવાનું કહી નિહારિકાએ જણાવ્યું કે કુરિયરમાં 1.20 લાખ US ડોલર છે, જે રિસીવ કરવા 35,500 ચૂકવવાના છે. મેં આ વાત સોહ્ન યુનમીનને જણાવી તો તેણે કહ્યું કે તે ઇન્ડિયા આવશે ત્યારે રૂપિયા પરત કરશે, જેથી મેં 35,500 અને એ પછી 1.69 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.