ગુનો@સુરત: 13 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી

ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ
 
ગુનો@સુરત: 13 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ફરી એકવાર ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં 13 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ભેજાબાજને દબોચ્યાં છે. પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

ભજીયાની લારી ચલાવતા શખસને ધંધામાં મંદી આવતા મુંબઈથી ડ્રગ્સ લાવીને ભજીયાની લારી પર વેચાણ શરૂ કર્યું હતું. જેમાં ડ્રગ્સ ખરીદવા આવતા ગ્રાહકો સાથે દવાના કોડવર્ડથી વાતચીત કરવામાં આવતી હતી.